ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘમહેર વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ આગામી બે દિવસ (૪૮ કલાક) સુધી ભારેથી અતિભારે વરસાદની Âસ્થતિ યથાવત રહેશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટÙના વિવિધ ભાગોમાં મેઘરાજા મુશળધાર બેટિંગ કરી શકે છે.બંગાળની ખાડીમાં એક પછી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ચોમાસું વધુ આક્રમક બન્યું છે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ૨૭ જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક ધમાકેદાર રાઉન્ડ શરૂ થશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ૨૪ કલાક ભારેઃ એસજી હાઈવેથી નિકોલ સુધી ધોધમારની શક્યતા અમદાવાદ અને રાજધાની ગાંધીનગરમાં આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદનું જાર યથાવત રહેશે.અમદાવાદઃ એસ.જી. હાઈવે, એસ.પી. રિંગ રોડ, નરોડા અને નિકોલ જેવા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડે તેવી પૂરી શક્્યતા છે. શહેરમાં કેટલાક સ્થળે અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.






































