ચલાલાના એક વોટ્‌સએપ ગ્રુપમાં સ્થાનિક રાજકીય વ્યક્તિ દ્વારા તા.૧૯ જુલાઈની રાત્રે પત્રકારો અંગે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને લઈને પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છે. પત્રકારોએ આ નિવેદનની નિંદા કરી પત્રકારત્વની ગરિમાને ઠેસ પહોંચાડનારી ગણાવી છે. ચલાલાના પત્રકારોએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે સંબંધિત વ્યક્તિ જાહેરમાં ખેદ વ્યક્ત નહીં કરે ત્યાં સુધી તેમની પાર્ટીના કાર્યક્રમોના સમાચાર અને કવરેજથી દૂર રહેશે. ધારી તાલુકા પત્રકાર સંઘે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે અને પત્રકારોના સન્માનની રક્ષા માટે સાથે રહેવાની ખાતરી આપી છે. પત્રકાર સંઘની બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.