બગસરા તાલુકાના હાલરિયા ગામ નજીક બગસરા-ચલાલા-સાવરકુંડલા રોડ પર આવેલા કિ.મી. ૧૪ પરના ૧૧ બાય ૫૯ મીટરના મેજર બ્રિજની જર્જરીત સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ બ્રિજ પરથી પસાર થતા ભારે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્‌યું છે. તા. ૧૫ જુલાઈ, ૨૦૨૬થી ભારે વાહન ચાલકોએ હામાપુર, ભાયાવદર, ડાંગાવદર, ધારી, ઝર, મોરઝર અને ચલાલા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.