લીલીયા તાલુકાની બવાડી પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી વરુણકુમાર દવેએ વિદ્યાર્થીઓ માટે એક અનોખો ગુજરાતી છૈં રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટ માતૃભાષામાં સંવાદ કરીને બાળકોના પ્રશ્નોના ઉત્તર આપે છે, જેથી તેમનામાં તાર્કિક વિચારશક્તિ, સર્જનાત્મકતા અને ડિજિટલ કૌશલ્યનો વિકાસ થાય છે. આ પ્રયોગથી વિજ્ઞાન, ખેતી અને પર્યાવરણ જેવા વિષયોનું શિક્ષણ પુસ્તકો સુધી સીમિત ન રહેતાં વ્યવહારુ બને છે. ‘દીપ શાળા પ્રોજેક્ટ’ના સહયોગથી ગ્રામીણ વિસ્તારની શાળામાં છૈં અને કોડિંગના સર્જનાત્મક ઉપયોગને નવી દિશા મળી છે. શિક્ષક વરુણકુમાર દવેના જણાવ્યા મુજબ, આ નવતર પ્રયાસનો મુખ્ય હેતુ બાળકો માતૃભાષામાં નિર્ભયતાથી પ્રશ્નો પૂછતા થાય અને ટેક્નોલોજીના માધ્યમથી સક્ષમ બને તેવું શૈક્ષણિક વાતાવરણ તૈયાર કરવાનો છે.







































