બાબરા ખાતે નિલકંઠ મહાદેવના પાવન સાનિધ્યમાં ભાદરવી અમાસના લોકમેળા સાથે પુસ્તકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પુસ્તકમેળાનું બ્રહ્માકુમારી ઉષાદીદી, લેખક પ્રકાશભાઈ દવે, લેખક હરેશભાઈ વડાવીયા તથા પત્રકારોના હસ્તે વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકમેળામાં આવતા લોકો માટે વિવિધ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પુસ્તકમેળો સાહિત્યપ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.