અમરેલી જિલ્લામાં પોલીસે ત્રણ સ્થળેથી ૧૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ૩૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ખાંભાના મુંજીયાસર ગામે ૭ શકુની પોલીસને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. બગસરામાંથી પાંચ ઇસમો જાહેરમાં જુગાર રમતાં રોકડા રૂ. ૧૦,૧૭૦ સાથે ઝડપાયા હતા. ખાંભાના મોટા મુંજીયાસર ગામેથી છ ઇસમો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ. ૧૧,૯૬૦ સાથે ઝડપાયા હતા, જ્યારે સાત ઇસમો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા. ખાંભાના ખડાધાર ગામેથી પણ પાંચ જુગારીઓ રોકડા રૂ. ૧૧,૨૩૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા.









































