દેશમાં નીટનું પેપર લીક થયા બાદ સમગ્ર દેશમાં યુવાનોમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. દિલ્હીના જંતર મંતર ઉપર એક મહિના કરતાં વધારે સમયથી આંદોલન ચાલી રહી છે. આંદોલનનો પ્રવાહ ધીરે ધીરે અન્ય રાજ્યોમાં પણ જાવા મળી રહ્યો છે ત્યારે. ગઈકાલે ગાંધીનગર શહેરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી. જેના બીજા દિવસે અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થવાના મેસેજ ફરતા હતા. જેને લઈને ગાંધીનગર પોલીસ સાબદી થઈ ગઈ છે અને શહેરના અલગ અલગ રસ્તા ઉપર બેરીકેટ્સ મૂકીને આંદોલન કાર્યોને એકઠા તથા અટકાવવા માટે કામગીરી કરવામાં આવી છે જેમાં ૨૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે. ગઈકાલથી ગાંધીનગર શહેરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે યુવાનોને એકઠા થવા માટે અલગ-અલગ સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે આ બાબત જિલ્લા પોલીસ વડાના ધ્યાને આવતા સત્યાગ્રહ છાવણી ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવાળા સહિતના અધિકારીઓ છાવણી ખાતે એકઠા થઈ ગયા હતા તે ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યુવાનોને એકઠા થતા અટકાવવા અને આંદોલન વધુ વેગ ના પકડે તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ, જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી સોશિયલ મીડિયા ઉપર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થવા માટેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેને લઈને આજે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ૨૦૦ કરતા વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. મેસેજ કરનારા કેટલાક લોકો આમ આદમી પાર્ટીના સમર્થકો છે. તે ઉપરાંત આંદોલન બાબતે કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી જેને લઈને ૨૦૦ કરતાં વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. જા આ લોકો આંદોલન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.









































