રાજુલા પોલીસ સ્ટેશનમાં ૧૯૯૯માં નોંધાયેલા છેતરપિંડીના ગુન્હામાં ફરાર આરોપીને છેલ્લા ૨૭ વર્ષ પછી રાજસ્થાનથી પકડવામાં પોલીસને સફળતા મળી છે. લીલીયાના પી.આઈ એમ.ડી.સાલુંકે તથા પોલીસ ટીમે રાજુલા કોર્ટના
સી.આર.પી.સી. ક.૭૦ મુજબના વોરંટના આધારે આ આરોપીની તપાસ કરીને ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે જયંતીલાલ શ્રીરામજી પુરોહીત ઉ.વ.૫૭ ને જી.જાલોર (રાજસ્થાન)થી પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.



































