અમરેલી પંચાયત કચેરીની ૧૦૮ એમ્બ્યુલન્સને અમરેલી-લીલીયા રોડ પર અકસ્માતનો કોલ મળતાં તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ ૧૦૮ના EMT સાગરભાઈએ ઈજાગ્રસ્ત રવિભાઈની તપાસ કરતાં તેમને ગંભીર ઈજાઓ હોવાનું જણાયું હતું. રવિભાઈ ઘટનાસ્થળે એકલા હોવાથી EMT સાગરભાઈ તથા પાઇલટ આરીફભાઈએ સ્ટ્રેચરની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લઈ સિવિલ હોસ્પિટલ, અમરેલી ખાતે સારવાર માટે ખસેડ્‌યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ રવિભાઈ પાસેથી અંદાજે રૂ.૨૦ હજારની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ મળ્યો હતો.
બંને કર્મચારીઓએ મોબાઈલ રવિભાઈના ભાઈને પરત સોંપી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.