વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અને જાહેર જીવનમાં ૨૫ વર્ષના કાર્યકાળ નિમિત્તે સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સેવાકીય તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સવારે ૧૦ વાગ્યે કે.કે. હોસ્પિટલ, સાવરકુંડલા ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. ત્યારબાદ બપોરે ૪ વાગ્યે રામાણી વાડી, પુંજાપાદર ખાતે ‘ભક્તિની અમૃતધારા’ કાર્યક્રમમાં સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરતી માતાઓનું સન્માન કરવામાં આવશે. રાત્રે ૭ વાગ્યે સાવરકુંડલાના ૧૧૭ ગામો તેમજ કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ખાતે ‘આશીર્વાદનો દીવડો’ અને ‘સુશાસનના ૨૫ વર્ષ’ અંતર્ગત દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે.