ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દેવાની ધમકીના કેસમાં મોટો ખુલાસો થયો છે! મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમઓ અને વિધાનસભા સહિતના સંવેદનશીલ ભવનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પાછળ બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું હોવાનો પોલીસનો દાવો છે.૧૦ સપ્ટેમ્બરે ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને સચિવાલય બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ધણધણી ઉઠ્યું હતું…એક એન્ટી નેશનલ ઈમેલ મળતા જ સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું…ગુજરાતના સૌથી વીઆઈપી ભવનોને ઉડાવી દેવાની આ ધમકી કોઈ નાનું-મોટું કૃત્ય નહોતું, પરંતુ દેશ વિરોધી તત્વોનું એક બહુ મોટું કાવતરું હતું.ગુજરાત સાયબર સેલ ઓફ એક્સલન્સે આ થ્રેટ મેલનું લોકેશન ટ્રેસ કરીને ગણતરીના દિવસોમાં બિહારના ભાગલપુરથી રોશન કુમાર નામના શખ્સને દબોચી લીધો હતો. જેની પૂછપરછમાં આખી ગેંગના મુખ્ય આરોપી ગુલશન કુમારનું નામ ખુલ્યું હતું. સાયબર સેલે કડક ઓપરેશન ચલાવીને મુખ્ય સૂત્રધાર ગુલશન કુમારની ઝારખંડથી ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં જે ચોંકાવનારો ખુલાસો થયો છે, તે સાંભળીને દેશની સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ગઈ છે. મુખ્ય આરોપી ગુલશન કુમારે એક-બે નહીં, પરંતુ ૫ લાખથી વધુ ડમી ઈમેલ આઈડી બનાવ્યા હતા…આ ઈમેલ આઈડી તે બાંગ્લાદેશના આતંકી અને દેશવિરોધી તત્વોને મોકલતો હતો, અને ત્યાંથી આ ઈ-મેઈલનો ઉપયોગ ભારતમાં ધમકીઓ આપવા માટે થતો હતો..આ કામ માટે ગુલશન કુમારને ક્રિપ્ટો વોલેટમાં વિદેશી ફંડિંગ મળતું હતું!ગુલશન કુમાર વર્ષ ૨૦૨૨થી આ દેશવિરોધી ગેંગ સાથે જાડાઈને ડાર્ક વેબ જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો… હાલ તેની પાસેથી ૨ ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે.
બાંગ્લાદેશના હેન્ડલર્સ સાથે તે કઈ રીતે સંપર્કમાં આવ્યો, તેને કેટલા પૈસા ચૂકવાયા અને અત્યાર સુધી કેટલા ભયાનક મેઈલ કરવામાં આવ્યા છે તેની ઊંડી તપાસ ચાલી રહી છે…સાયબર સેલની આ ત્વરિત કાર્યવાહીએ ગુજરાત પર મંડરાતા એક મોટા જાખમને સમયસર ટાળી દીધું છે.








































