ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ય્ેંત્નર્ઝ્રંજી્) અને નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમના સંયુક્ત ઉપક્રમે અમરેલી ખાતે જિલ્લા કક્ષાના ‘નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૮ઃ૦૦ કલાકે ડિસ્ટ્રિક્ટ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન, અમરેલી ખાતે યોજાશે. આ સેમિનારમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલા ધોરણ ૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ વર્ષે સેમિનારનો મુખ્ય વિષય ‘ભારતીય ઊર્જા બાસ્કેટ ૨૦૪૭ઃ સંભાવનાઓ અને પડકારો’રાખવામાં આવ્યો છે, જેના પર વિદ્યાર્થીઓ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરશે. કાર્યક્રમ સંદર્ભે વધુ માહિતી મેળવવા માટે સાયન્સ સેન્ટરના ડિરેક્ટર નિલેશ પાઠક (મોબાઈલ નંબરઃ ૯૯૨૫૦ ૪૩૭૩૩) નો સંપર્ક કરવા જણાવાયું છે.








































