ખાંભાના ડેડાણ ગામે વેપારી સાથે રૂ.૬૦ હજારની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે ભાવરડી ગામે રહેતા વેપારી જયસુખભાઈ ગભરૂભાઈ ભુકણ (ઉ.વ.૨૧)એ રાજકોટના આશિષભાઈ પ્રતાપભાઈ પડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ વેપારી સાથે ફોન તેમજ વોટ્‌સએપના માધ્યમથી વાતચીત કરી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ તા.૧૪/૦૯/૨૦૨૬ના રોજ સોપારીની બે બોરી મોકલાવવાનો વાદો કરી, તેના રૂ.૬૦,૦૦૦ કપટપૂર્વક તથા બદદાનતથી મેળવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ સોપારીની બોરીઓ ઈરાદાપૂર્વક ન મોકલીને છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. આર.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.