ઊના તાલુકા દશનામ ગોસ્વામી સેવા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. સામતેર ગામના સ્વ. વિનોદગિરિ ભૂપતગિરિ મેઘનાથીના ત્રણ સંતાનો તથા તેમના નાના ભાઈ હિતેન્દ્રગીરીની દીકરી સહિત એક જ પરિવારના ચાર સંતાનો મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. આ સિદ્ધિ બદલ સમાજના પ્રમુખ દીપકગીરી ગોસ્વામી સહિત આગેવાનોએ પરિવારના ઘરે પહોંચી ચારેય વિદ્યાર્થીઓને મોમેન્ટો અને અભિનંદન પત્ર આપી સન્માનિત કર્યા હતા. સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવવા બદલ માતાનું પણ સન્માન કરાયું હતું.