લીલીયા તાલુકાની ખારા અને પાંચતલાવડા સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વાર્ષિક હિસાબો રજૂ કરી સભાસદોને ડિવિડન્ડ તથા ભેટ આપવાનો નિર્ણય લેવાયો હતો. પૂજાભાઈ ગરણીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ખારા મંડળીની સભામાં મંત્રી જયદીપભાઈએ હિસાબો રજૂ કર્યા હતા, જેમાં રૂ.૬.૫૦ લાખના ચોખ્ખા નફામાંથી ૧૦ ટકા ડિવિડન્ડ અને આશરે રૂ.૮૦૦ની ભેટ આપવાનું નક્કી ંથયું હતું. બીજી તરફ, સુરેશભાઈ ખુમાણના પ્રમુખસ્થાને મળેલી પાંચતલાવડા મંડળીની સભામાં રૂ.૨૦ લાખના ચોખ્ખા નફામાંથી ૧૨ ટકા ડિવિડન્ડ તેમજ રૂ.૮૦૦ ની ભેટ આપવાની બહાલી અપાઈ હતી. આ પ્રસંગે બેંકના સિનિયર ઓફિસર પરેશ કીકાણી, મેનેજર ભરતભાઈ પાડા, સુપરવાઈઝર જિતુભાઈ, સરપંચ જેરામભાઈ કાત્રોડીયા અને હમીરભાઈ સહિત બહોળી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.