સોયાબીન એ કઠોળ વર્ગનો પાક છે. ઉત્તમ કક્ષાનું પ્રોટીન અને તેલ-ચરબી મેળવવા માટેનો સૌથી સસ્તો, સમૃધ્ધ, સરળ સ્ત્રોત છે. શરૂઆતમાં એ કઠોળ વર્ગનો પાક ગણાતો. પરંતુ તેલના ઊંચા પ્રમાણને લઈને હવે તે તેલીબિયાંનો પાક ગણવામાં આવે છે. સોયાબીનનો પાક મુખ્ય¥વે અમેરિકા, ચીન, બ્રાઝિલ, મેકસીકો, ભારત અને રશિયામાં કરવામાં આવે છે. ભારતમાં તે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાસ્ટ્રા અને ગુજરાતમાં મુખ્ય વાવેતર થાય છે. ગુજરાતમાં સાબરકાંઠા, વડોદરા, અમરેલી અને દાહોદ જિલ્લામાં સોયાબીનનું મુખ્ય વાવેતર થાય છે. સોયાબીન કઠોળ વર્ગનો પાક હોવાથી તે જમીનમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરતાં જીવાણુંઓને પોતાના મૂળમાં આશરો આપે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. સોયાબીનનો પાક ચોમાસું ૠતુમાં ૯૦ થી ૧૦૫ દિવસમાં થતો હોવાથી રવી ૠતુમાં ઘઉં કે અન્ય પાક લઈ શકાય છે. ચોમાસુ સિઝનમાં અન્ય પાકની સરખામણીએ સોયાબીન હેક્ટર દીઠ સારી કમાણી આપતો પાક છે. સોયાબીન ટૂંકા ગાળાનો તથા ઓછી ઊંચાઈ ધરાવતો પાક હોવાથી બીજા પાકોની સાથે આંતરપાક તરીકે લઈ શકાય છે. તેમજ ચોમાસું મોડું શરું થાય તો પણ વાવેતર માટે અનુકૂળ છે.
સોયાબીનની ખાધ ગુણવત્તા:બીજા કોઈપણ અનાજ કરતાં વધારે એટલે કે ૪૦% પ્રોટીન, ૧૮ થી ૨૦% તેલ અને ૩૧ થી ૩૫ % કાર્બોહાઈડ્રેટ સોયાબીનના દાણામાંથી મળે છે.સોયાબીન તેલમાં લાયસીન નામનો અતિ મહ¥વનો એમિનો એસિડ પણ મળી રહે છે જે ઘઉં, ચોખા, બાજરી અને મકાઈ જેવા અનાજમાં ઓછો હોય છે. ગાયના દૂધની માફક સોયાબીનનું દૂધ પણ સુપાચ્ય અને ખૂબ જ પૌષ્ટિક હોય છે, જેમાંથી પનીર (ટોફુ) બનાવી શકાય છે. સોયાબીનનો લોટ અનાજના લોટ સાથે મેળવીને ખાવાના ઉપયોગમાં લેવાથી એક ઉત્તમ આહારથી ગરજ સારે છે. સોયાબીનમાં રહેલ વિટામિન એન્ઝાઈમ ઉત્પન્ન કરવામાં હોજરીને મદદ કરે છે.સોયાબીનના તેલમાં અતૃપ્ત સ્નેહઅમ્લ લિનોલેઈકનું પ્રમાણ ૫૧% જેટલું હોય છે. જ્યારે તલના તેલમાં ૪૨% અને સીંગતેલમાં ૨૯% જેટલું હોય છે જે શરીરની ગ્રંથિઓની ક્ષમતા વધારે છે. સોયાબીનમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ તત્વ રહેલ હોવાથી શરીરના હાડકાં, વાળ, નખ અને દાંત મજબૂત રહે છે.સોયાબીન બ્રેડ – બિસ્કીટ અને કેન્ડી બનાવવા માટે પણ વપરાય છે. સોયાબીનનો ખોળ પશુ અને મરઘાં માટે ઉત્તમ દાણ પૂરું પાડે છે.
સોયાબીનની ખેતી પધ્ધતિ અને જમીન અને આબોહવા ઃ સોયાબીનનું સારુ અને વધુ ઉત્પાદન મેળવવા માટે સારા નિતારવાળી, ગોરાડુ જમીન તથા મધ્યમ કાળી કે બેસર જમીનમાં વાવેતર કરવું જોઈએ. ક્ષારવાળી અમ્લીય કે પાણી ભરાઈ રહે તેવી જમીન સોયાબીનના પાકને અનુકુળ આવતી નથી. સોયાબીનનો પાક હૂંફાળું અને ભેજવાળી આબોહવામાં સારો થાય. પૂરતો વરસાદ, મધ્યમ તાપમાન અને ઊંચો સાપેક્ષ ભેજ સોયાબીનની ખેતીને અનુકૂળ આવે છે. ભેજની અછત કે હિમ સહન કરી શકતું નથી. ફૂલો આવતાં હોય ત્યારે કે તેના પહેલાં તરત જ ભેજની અછત વરતાય તો ફૂલો અને શીંગ અકાળે ખરી પડે. પરિપક્વ અવસ્થાએ જો વરસાદ પડે તો બીજની ગુણવત્તાને નુકસાન પહોંચાડી શકે છે.
સેન્દ્રીય ખાતર: સોયાબીન જમીનમાં નાઈટ્રોજન સ્થીરીકરણ કરતો પાક હોવા છતાં, શરુઆતમાં પોષકતત્વની જરૂર પડે છે. તેથી હેક્ટર દીઠ ૧૦ ટન સારૂ કોહવાયેલું છાંણીયું ખાતર જમીનની પ્રાથમિક ખેડ સમયે આપવું જરૂરી છે. છાંણીયું ખાતર આપી ટ્રેકટરની મદદથી અથવા હળથી ઊંડી ખેડ કરવી અને બે થી ત્રણ કરબની ખેડ કરી સમાર મારી જમીન તૈયાર કરવી. (ક્રમશઃ)