કોડીનાર તાલુકામાં સિંહોની અવરજવર સતત વધી રહી છે. કોડીનાર-પીપળી રોડ પર રાજદીપ સ્કૂલ નજીક મોડી રાત્રે પાંચ સિંહોએ એક ગાયનો શિકાર કર્યો હતો. ઘટનાના કારણે આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. માહિતી મુજબ સિંહો રાત્રે સ્કૂલ નજીક પહોંચ્યા હતા અને ત્યાં ચરી રહેલી ગાય પર હુમલો કરી તેનો શિકાર કર્યો હતો. ત્યારબાદ સિંહ પરિવારે આખી રાત શિકાર પાસે રહી ભોજન લીધું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ વહેલી સવારે લગભગ પાંચ વાગ્યા સુધી સિંહો ત્યાં જ રહ્યા હતા. ત્યારબાદ તેઓ નજીકના દેવડી અને વાડી વિસ્તાર તરફ આગળ વધતા લોકોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો.