અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની સતત રજૂઆતો અને રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરીયાના સફળ પ્રયાસોના પરિણામે અમરેલીના શેડુભાર પાસે જી.આઈ.ડી.સી. (GIDC) સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૫ વીઘા જમીન મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી અમરેલી જિલ્લાના ઔદ્યોગિક વિકાસને એક નવો વેગ મળશે અને સ્થાનિક સ્તરે મોટા પાયે રોજગારીની નવી તકો ઉભી થશે.શેડુભાર ખાતે સૂચિત આ ઔદ્યોગિક ક્ષેત્ર હાઇવે રોડ, રેલ્વે તથા એરપોર્ટની નજીક આવેલું હોવાથી ઉદ્યોગપતિઓને પરિવહન માટે બહેતર સુવિધાઓ પ્રાપ્ત થશે. મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અમરેલીને ઔદ્યોગિક નકશા પર મજબૂત સ્થાન અપાવવાના સંકલ્પને આ ફાળવણીથી સાકાર રૂપ મળ્યું છે.આ ઐતિહાસિક નિર્ણય બદલ ચેમ્બરના પ્રમુખ ચતુરભાઈ અકબરી, હોદ્દેદારો તથા તમામ વેપારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી જયરામભાઈ ગામીત અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.