ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી રહી છે. રાજસ્થાનના આબુરોડ તાલુકાના સિયાવા ગામની માત્ર ૨ વર્ષની બાળકીનું પાલનપુર સ્થિતિ બનાસ મેડિકલ હોÂસ્પટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને વાયરસના ફેલાવાને અટકાવવા માટે મોટા પાયે સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે.
મૃતક બાળકીની ઓળખ કીર્તિ સાજાભાઈ ડુંગાસીયા તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, બાળકીની તબિયત અચાનક ખરાબ થઈ હતી. તેને તીવ્ર તાવ આવ્યા બાદ સતત ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી અને શરીરમાં ખેંચ આવવા જેવી સમસ્યા સાથે તે બેભાન જેવી સ્થિતિમાં પહોંચી ગઈ હતી.
બાળકીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારવાર માટે પાલનપુરની બનાસ મેડિકલ હોÂસ્પટલમાં લાવવામાં આવી હતી. હોસ્પીટલના તબીબોને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા બાળકીને આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી.ડોક્ટરોની ટીમ દ્વારા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ વાયરસની અસર વધુ ગંભીર હોવાથી બાળકીની તબિયતમાં સુધારો આવ્યો નહોતો. અંતે સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું.બાળકીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ચાંદીપુરા વાયરસના કેસને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં તેજ કર્યા છે. જિલ્લામાં કુલ ૪૬૯ આરોગ્ય ટીમોની રચના કરવામાં આવી છે.આ ટીમો દ્વારા ગામડાઓમાં જઈને બાળકોનું આરોગ્ય સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો, કાચા મકાનો, નીચાણવાળા વિસ્તારો અને ઢોરના વાડાઓ નજીક રેટિયા માખીના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે દવાઓનો છંટકાવ અને ડસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.આરોગ્ય વિભાગે વાલીઓને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જા નીચે મુજબના લક્ષણો જાવા મળે તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવા જણાવાયું છે.