વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના દુર્ગાવાહિનીના સહસંયોજિકા વૈશાલીબેન નિર્મળ રવિવારે અમરેલી પ્રવાસે હતા. તેમની ઉપસ્થિતિમાં માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બેઠક મળી હતી. વિશ્વ હિન્દુ પરિષદની મહિલા પાંખ માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના મુખ્ય ઉદ્દેશ હિન્દુ ધર્મ, સંસ્કૃતિનું રક્ષણ, મહિલા સશક્તિકરણ અને હિન્દુ સમાજમાં એકતા તથા સુરક્ષાની ભાવના જગાડવાનો છે. આ તકે ભાવનગરથી રમીલાબેન પટોળીયા, ભાવનગર વિભાગ પ્રચાર પ્રમુખ રશ્મિનભાઈ ત્રિવેદી, સત્સંગ સંયોજિકા જયશ્રીબેન સાવલિયા, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર મંત્રી પંકજભાઈ કાનાણી, ઘનશ્યામભાઈ કાબરિયા, માતૃશક્તિના સંયોજિકા આરતીબેન ચોવટિયા, પૂર્વીબેન ગોહિલ, દુર્ગાવાહિની સંયોજીકા ગોપીબેન ચાવડા, હીરલબા વાળા, હીરવાબેન મકવાણા, ભગવતીબેન ગોહિલ હાજર રહ્યા હતા.





































