અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી ૧૦ જુગારીઓને રૂ. ૨૪,૧૦૦ની રોકડ મત્તા સાથે ઝડપી પાડ્યા હતા. બાબરાના અમરાપરામાંથી જાદવભાઇ ગેલાભાઇ રાતડીયા, ડાયાભાઇ મનુભાઇ ટોટા, ભુપતભાઇ સુરાભાઇ ગળીયા તથા રઘુભાઇ છેલાભાઇ પરમાર જાહેરમાં પૈસા અને પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ. ૧૦,૭૦૦ સાથે ઝડપાયા હતા.બીજા દરોડામાં, રાજુલા મફતપરા વડલી રોડ પર નવા રેલ્વે સ્ટેશન સામે જાહેરમાં ગોળ કુંડાળું વાળી હારજીતનો જુગાર રમતા બહાદુરશા કાદરશા પઠાણ, લતીફ ઉર્ફે અલતીફ હારૂનભાઇ કલાણીયા, ઇમરાન અકબરશા કનોજીયા, નાનુભાઇ ઇસ્માઇશા જાડેજા, શબ્બીરશા ચાંદશા બ્લોચ તથા સુલેમાન હારૂનભાઇ કલાણીયા રોકડ રકમ રૂ. ૧૩,૪૦૦ સાથે પકડાયા હતા.







































