રાજુલા શહેરની પટેલ સમાજની વાડી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી જાદુગર ચુડાસમા દ્વારા બાળકો અને વિદ્યાર્થીઓ માટે જાદુના કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ શાળાના બાળકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. જાદુના પ્રયોગો સાથે બાળકોને મનોરંજન અને જ્ઞાન આપવાનો પ્રયાસ કરાયો હતો. અંતિમ દિવસે વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા જાદુગર ચુડાસમાનું પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી સન્માન કરાયુ હતું. ઉપસ્થિત સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.






































