અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલા ની રાહબરી હેઠળ ટીમ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી હકીકત આધારે મોટી કુંકાવાવ ગામે રેઇડ કરવામાં આવી. રેઇડ દરમિયાન રોયલ સ્ટેગ વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની ૮ બોટલ તથા ૧૮૦ એમ.એલ.ની ૪૦ બોટલ મળી કુલ ૪૮ બોટલ કિં.રૂ.૧૧,૦૮૮/- નો મુદ્દામાલ મળ્યો હતો.આરોપી યોગીરાજભાઈ ભીખુભાઈ જેબલીયા હાજર ન મળતા તેમની વિરુધ્ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી, મુદ્દામાલ વડીયા પોલીસ સ્ટેશનને સોંપાયો હતો. કામગીરીમાં પો.સ.ઇ. એમ.ડી.ગોહિલ, જે.ડી.વાઘેલા, એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા જોડાયા હતા.


































