રાજુલા-મહુવા રેલવે સેકશન વચ્ચે આવેલા લેવલ ક્રોસિંગ નંબર ૧૧૨ઠ (કિ.મી. ૧૦૭/૧-૨) ખાતે રોડ અંડરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન વિસ્તારમાં વાહનવ્યવહારની સુચારુ અને સુરક્ષિત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.તમામ ભારે વાહનોએ રાજ્ય ધોરીમાર્ગ નંબર ૨૧ ના આસરાણા ક્રોસ રોડ અને પીપાવાવ થઈને મોટા આસરાણા-નેસવડ-દાતરડી-પીપાવાવ રોડ પરથી પસાર થવાનું રહેશે.કાર અને દ્વિચક્રી જેવા નાના વાહનો માટે રેલવે ફાટક નંબર ૧૧૨ઠ ની ડાબી બાજુએ ૫૦૦ મીટરના અંતરે આવેલા ‘ત્રણ નાળા’ અંડરબ્રિજ પરથી પસાર થવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.આ જાહેરનામું ૨૩ માર્ચ, ૨૦૨૭ સુધી અમલમાં રહેશે.