લાઠીના વરસડા ગામે ખેતીના બાકી નીકળતાં પૈસા મુદ્દે મુંઢ માર માર્યો હતો. સુરગભાઇ માણસીયાભાઇ વાળા (ઉ.વ.૬૦)એ મતીરાળા ગામના રસીકભાઇ વામજા સામે ફરિયાદ
નોંધાવી હતી.જે મુજબ, આરોપીએ તેમની પાસેથી ખેતીના પૈસા લેવાના બાકી હોવાનું કહી ફોન કરી બોલાવ્યા હતા. પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો આપી,
ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. શરીરે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી.ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































