લાઠીના ધ્રુફણીયા ગામે બીમારીથી કંટાળી ફિનાઈલ પીનારા પ્રૌઢનું સારવારમાં મોત થયું હતું. હિંમતભાઇ મગનભાઇ બારડ (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, મગનભાઇ રવજીભાઇ બારડ (ઉ.વ.૮૮)ને છેલ્લા આઠેક મહિનાથી હ્રદયરોગની તથા કિડનીની બિમારી હતી. જેનાથી કંટાળી જઇ ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાયા હતા. આ દરમિયાન તેમનું મોત થયું હતું.




































