અમરેલીના નાના આંકડીયા ગામે પ્રૌઢાએ ઝેરી દવા પીતાં મોત નિપજ્યું હતું. આ અંગે મકનભાઈ ભીખાભાઈ ગોંડલિયા (ઉં.વ. ૬૧)એ જાહેર કર્યા મુજબ, તેમનાં પત્ની સવિતાબેન (ઉં.વ. ૬૧)ને છેલ્લા બે વર્ષથી બંને ઘૂંટણમાં સતત દુખાવો રહેતો હતો. આ દુખાવો સહન ન થતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેમનું મોત થયું હતું. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે. જી. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































