જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ ITI સાવરકુંડલા ખાતે ભવ્ય મેગા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં ‘ઈ.ડી.એફ. ઇન્ટરનેશનલ નેટવર્ક્સ’ દ્વારા ‘સ્માર્ટ મીટર ઇન્સ્ટોલર’ (ઇલેક્ટ્રિશિયન/વાયરમેન) તેમજ ‘ક્રેડિટ એક્સેસ’ દ્વારા ‘ટ્રેનિંગ સેન્ટર મેનેજર’ (ધોરણ-૧૦ પાસથી સ્નાતક) ની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ૨૯ જુલાઈના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે જરૂરી શૈક્ષણિક તથા અંગત દસ્તાવેજો સાથે ITI સાવરકુંડલા ખાતે ઉપસ્થિત રહેવા આચાર્યશ્રી દ્વારા જણાવાયું છે. સ્થાનિક યુવાનો માટે આ રોજગારી મેળવવાની ઉત્તમ તક સાબિત થશે.