અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ૧૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ ગિરનાર મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ અમરેલીના પંચનાથ મહાદેવ મંદિરથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, જિલ્લા મંત્રી ઇતેશભાઈ મહેતા, બજરંગ દળ સંયોજક  જીગીશુભાઈ મહેતા, યુવરાજસિંહ પળવાર, પ્રકાશભાઈ શુક્લ, મનુભાઈ અસલાલીયા, પંકજભાઈ કાનાણી, મહાવીરભાઈ વિંછીયા સહિત વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બહેનોએ યાત્રાળુઓને ભગવાન શ્રીરામનો ખેસ પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.