ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વચ્ચે હવે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની શક્યાતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૧૯ સપ્ટેમ્બર આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. આજથી ૨૪મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યાતા છે. આ સાથે બે દિવસ મેઘગર્જનાની પણ આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય છે. બીજી તરફ, મોન્સૂન ટ્રફ હવે અવ્યવÂસ્થત થઈ ગયું છે. સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પરનું અગાઉનું લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ હવે નબળું પડ્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આજે ૧૮મી સપ્ટેમ્બરથી ૨૪મી સપ્ટેમ્બર સુધીમાં આખા રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે જ માત્ર ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આજે ૧૮મી સપ્ટેમ્બરથી ૨૪મી સપ્ટેમ્બર સુધીમાં આખા રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે જ માત્ર ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે, ગુજરાતના દાહોદ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંને જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યાતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા અને નર્મદા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાતમાં આવતીકાલે કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એટલે કે ગાજવીજ સાથે વરસાદ અને પવનની સ્થિતિ માટે ચેતવણી આપવામાં આવી છે. જાકે, ૧૯ સપ્ટેમ્બરથી ગાજવીજ અને વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યાતા છે. આ દરમિયાન ઉત્તર થાઇલેન્ડ પરનું અપર એર સર્ક્યુલેશન આજે સવારે ૮.૩૦ વાગ્યે પણ સક્રિય હતું. આ સિસ્ટમ ૧૮ સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ઉત્તર આંદામાન સમુદ્ર તરફ પહોંચે તેવી શક્યાતા છે. તેના પ્રભાવ હેઠળ ૧૯ સપ્ટેમ્બરની સાંજ આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં લો પ્રેશર એરિયા બનવાની શક્યાતા છે. ત્યારબાદ આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યાતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૩થી ૪ દિવસ દરમિયાન આ સિસ્ટમ દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે.









































