ચિતલ ગામ ખાતે ચિતલ રેલવે સ્ટેશન પર તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે દીવા પ્રગટાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે દીવા પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ચિતલ ગામના આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના હોદેદારો અને ભાજપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગામના ભાઈઓ-બહેનો તેમજ બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગામના આગેવાનો અને ગ્રામજનોએ જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બની કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.