અમરેલીના કેરાળા (વિરડીયા) ગામે બે મહિલા સહિત ત્રણ લોકોએ આવેશમાં આવી ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે મહેશભાઈ ઉર્ફે મયલા વલ્લભભાઈ વાજા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમની બાજુમાં રહેતા જીગાભાઈ રવજીભાઈ બગડા તથા તેમની પત્ની કિરણબેન સાથે તેમને અવારનવાર ઝગડો થતો હતો. અગાઉ કિરણબેને ખોટી રીતે દવા પીને તેમની સામે કેસ કર્યો હતો. આમ, એકબીજા વચ્ચે મનદુઃખ ચાલતું હોવાથી તે લાગી આવતાં આવેશમાં આવીને મનિષાબેન મહેશભાઈ વાજા, મહેશભાઈ વલ્લભભાઈ વાજા તથા પૂજાબેન મહેશભાઈ વાજાએ ખડમાં છાંટવાની દવા પી લીધી હતી.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.