જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) બગસરાના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલ મારફતે ૨૭ જુલાઈ સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે આઈટીઆઈ બગસરા ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું છે.
આ ભરતીમેળામાં EDF International Netwroks કંપની સ્માર્ટ મીટર ઇન્સ્ટોલરની જગ્યાઓ માટે ભરતી કરશે. ૧૮થી ૫૦ વર્ષની વયના પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. આઈટીઆઈ ઇલેક્ટ્રીશિયન, વાયરમેન અથવા ધોરણ ૧૦ કે ૧૨ પાસ સાથે એક વર્ષનો અનુભવ જરૂરી રહેશે. પસંદ થયેલા ઉમેદવારોને માસિક રૂ. ૨૫ હજાર સુધીનો પગાર મળશે અને કામગીરી અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રહેશે. ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો, આધારકાર્ડ અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે.









































