ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગતરાત્રિના ભારે વરસાદ બાદ આજે સાંજના છ વાગ્યા સુધીમાં અંદાજે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધોરાજીમાં નોંધાતા સિઝનનો કુલ વરસાદ ૧૪ ઇંચની આસપાસ પહોંચ્યો છે. વાવણી પૂર્ણ થયા બાદ સમયસર વરસાદ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. સતત વરસાદ છતાં શહેરમાં ક્યાંય પાણી ભરાવા કે અન્ય મોટી મુશ્કેલી ઉભી થઈ નથી. વિસ્તારના તમામ ચેકડેમો ઓવરફ્‌લો થતા પાણીની સારી આવક નોંધાઈ છે.