બેન્ક ઓફ બરોડાના ૧૧૯મા સ્થાપના દિન નિમિત્તે બગસરામાં બેન્કની શાખાને શણગારવામાં આવી હતી અને ગ્રાહકોને મોં મીઠા કરાવ્યા હતા. બ્રાન્ચ મેનેજર રાકેશભાઈ ક્રિશ્ચન દ્વારા ગ્રાહકોને સાયબર જાગૃતિ વિશે સમજણ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બેન્ક ઓફ બરોડાની હાલમાં ૧૭ દેશોમાં ૮૨ શાખા છે, જ્યારે ભારતમાં પણ ૮,૬૦૦ કરતાં વધારે શાખા છે. આ બેંકની સ્થાપના સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી.









































