આંબા-લીલીયા નો સાંકડો રોડ અને ઓવરલોડેડ વાહનોની બેફામ અવરજવરથી અકસ્માતનો ભય વધ્યો છે. અંધારામાં દોડતી અને મોટા અવાજે મ્યુઝિક વગાડતી ટ્રકોથી ગ્રામજનો તેમજ ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. રોડ પહોળો ન થાય ત્યાં સુધી ભારે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવા અને નિયમભંગ કરતા વાહનો સામે પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા કડક પગલાં લેવાની માંગ જીગ્નેશ સાવજે કલેક્ટરને કરી છે.








































