ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગુરુ પ્રત્યેની અસીમ શ્રધ્ધા, કૃતજ્ઞતા અને આધ્યાત્મિક ચેતનાનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. આ પવિત્ર પર્વ નિમિત્તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા-૨ સ્થિત, રામદાસબાપુની તપોભૂમિ વૃંદાવન બાગ લાલજી મંદિરે ૨૯ જુલાઈ ૨૦૨૬, બુધવારના રોજ ભવ્ય ગુરુ પૂર્ણિમા તથા ધ્વજા મહોત્સવ યોજાશે. આ મહોત્સવ અંતર્ગત સવારે સુંદરકાંડ પાઠ, કોવાયાથી શોભાયાત્રા, ગુરુ પૂજન, ધ્વજારોહણ અને મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મહંત રાજેન્દ્રદાસબાપુ તથા આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પ્રસંગે પધારી ધાર્મિક લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા ગૌશાળા,  વિદ્યાલય, છાત્રાલય અને અન્નક્ષેત્ર જેવી સામાજિક પ્રવૃત્તિઓ પણ ચલાવે છે.