બાબરાના ઉંટવડ ગામે શેઢા પાસે પથ્થર ફેરવવા મુદ્દે માથાકૂટ થઈ હતી. બનાવ અંગે છગનભાઇ પ્રેમજીભાઇ ખુંટ (ઉ.વ.૬૫)એ જગદિશભાઇ જાગાભાઇ ખુંટ તથા ચેતનભાઇ જાગાભાઇ ખુંટ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની વાડી ખેતરે પોતાની જમીનમાં શેઢા પાસે પડેલા પથ્થર ફેરવતા હતા. જેથી આરોપીઓને સારૂ નહીં લાગતા આરોપી જગદિશભાઇ જાગાભાઇ ખુંટએ ગાળો આપી શર્ટનો કાંઠલો પકડી ગાલ ઉપર ચાર પાંચ લાફાની મુંઢ ઇજા કરી હતી. બન્ને આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભાવિકકુમાર લાલજીભાઈ ખેર વધુ તપાસ કરી રહ્યા છે.






































