ધારી નગરપાલિકા સંચાલિત જી.એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. ધારી એલ.આઈ.બી.ના પૂજાબેન ખુમાણ અને વાળાબેને સાયબર ઠગાઈની વિવિધ પદ્ધતિઓ, શંકાસ્પદ લિંક અને ફ્રોડ કોલથી બચવાના ઉપાયો અંગે માહિતી આપી હતી. ઉપરાંત ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓથી સાવચેત રહેવા અને શંકાસ્પદ ઘટના બને તો તાત્કાલિક સંબંધિત તંત્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી હતી.








































