બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામ સ્થિત ‘સ્વામી શ્રી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમ’ ખાતે આગામી ૨૯ જુલાઈના રોજ ભવ્યાતિભવ્ય ગુરુપૂણિર્માં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાનારા આ ધાર્મિક ઉત્સવમાં હજારો ગુરુભક્તો ઉપસ્થિત રહેશે. માનવસેવા હોસ્પિટલ (ટીંબી)ના પ્રણેતા સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની તપોભૂમિ એવા ઢસા આશ્રમ ખાતે પૂજ્યપાદ ગુરુદેવની પ્રતિમાનું ષોડશોપચાર પૂજન-અર્ચન કરવામાં આવશે. ગોપાલ કોટન ઈન્ડસ્ટ્રીઝ (રેલવે સ્ટેશન રોડ, ઢસા જં.) ખાતે સવારે ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ કલાક દરમિયાન યોજાનારા આ પાત્ર પ્રસંગે પધારવા અને મહાપ્રસાદનો લાભ લેવા બી. એલ. રાજપરા તથા ભાવિકભક્તો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









































