લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ૨૦ જુલાઈના રોજ દિલ્હીના જંતર મંતરથી ‘સંસદ માર્ચ’ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગ અંગે સરકારની ટીકા કરી છે. આ સંદર્ભમાં, રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પૂછ્યું છે કે વિદ્યાર્થીઓને મારવાનો આદેશ કોણે આપ્યો?
અમિત શાહને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે, “હું આ પત્ર ૨૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા ક્રૂર હુમલા માટે જવાબદારીની માંગણી સાથે લખી રહ્યો છું. શાંતિપૂર્ણ વિરોધ કોઈપણ લોકશાહી માટે આવશ્યક છે. આવી ક્રૂર હિંસા દરેક ધોરણોનું ઉલ્લંઘન કરે છે અને રાષ્ટÙને રોષે ભરે છે. યુવાનો અને વિદ્યાર્થીઓ, આપણા દેશનું ભવિષ્ય, જવાબો અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. તેમનો અવાજ સાંભળવામાં આવશે.”કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પત્રમાં લખ્યું છે કે, “હું આ પત્ર ૨૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા ક્રૂર હુમલા માટે જવાબદારીની માંગણી સાથે લખી રહ્યો છું. અમારા વિદ્યાર્થીઓ ન્યાયી અને જવાબદાર શિક્ષણ પ્રણાલીની માંગ કરી રહ્યા હતા. તેમને સાંભળવાને બદલે, સુરક્ષા દળોએ તેમના પર ઘાતક હથિયારો અને ટીયર ગેસ સહિત અંધાધૂંધ બળનો ઉપયોગ કર્યો. સેંકડો વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી. પોલીસ અધિકારીઓ દ્વારા મહિલા વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો, તેમના ગુપ્ત ભાગોને નિશાન બનાવવામાં આવ્યા.”
તેમણે આગળ લખ્યું, “સૌથી આઘાતજનક બાબત એ છે કે ઘાતક પેલેટ ગનનો ઉપયોગ. મીડિયા અને સોશિયલ મીડિયા રિપોર્ટ્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં એક પત્રકાર પણ સામેલ છે. હું ૧૯ વર્ષીય વિદ્યાર્થી સાહિલ લોચાબને મળ્યો, જે ખૂબ પીડામાં છે અને પેલેટ ગન વાગવાથી કદાચ એક આંખ ગુમાવી શકે છે.”રાહુલ ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં તૈનાત સુરક્ષા દળો આખરે તમારા કમાન્ડ હેઠળ કામ કરે છે, તેથી હું પૂછું છુંઃગૃહમંત્રી તરીકે, શું તમે વિદ્યાર્થીઓ સામે ઘાતક બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી? જા નહીં, તો કોણે આપી?શું સાદા કપડાંમાં વિદ્યાર્થીઓને માર મારનારા લોકો લાઠીચાર્જ કરતા પોલીસકર્મીઓ હતા કે સ્વયંસેવકો? તેમની તૈનાતીને કોણે મંજૂરી આપી?






































