દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ વચ્ચે નવસારી જિલ્લામાં સતત ધોધમાર વરસાદને કારણે ગણદેવી તાલુકાના ભાટ ગામમાં પૂર જેવી Âસ્થતિ સર્જાવા લાગી છે. ભાટ ગામ શ્રી રામ ફળિયું તેમજ જાગૃતિ ફળિયાના ૨૦૦થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને ગામના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે.નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. હવામાન વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરતાં સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જ્યારે બીજી બાજુ હવે માનવસર્જિત સમસ્યા લોકોને પાણીમાં ડુબાડી રહી છે. જેની પાછળનું મુખ્ય કારણ આ વિસ્તારના ગેરકાયદેસર ઝીંગાના તળાવના પાળો છે.
ગણદેવી તાલુકાના ભાટ ગામમાં ભારે વરસાદના કારણે Âસ્થતિ અત્યંત ગંભીર બની છે. ગામના ૨૦૦થી વધુ ઘરોમાં વરસાદી પાણી પ્રવેશી ચૂક્્યું છે અનેક પરિવારોને ઘરનો સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. ઘરોમાં પાણી ભરાતા સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. ગામના મુખ્ય રસ્તાઓ સહિત અનેક ફળિયાઓમાં પાણી ફરી વળતાં લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે અને તંત્ર ઘોર નિંદ્રામાં છે.હવામાન વિભાગે જાહેર કરેલી આંકડાકીય માહિતી મુજબ, નવસારીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭.૯૫ ઈંચ વરસાદ નવસારીના ખેરગામ પંથકમાં ખાબક્્યો છે. જ્યારે જાલલપોરમાં ૬.૧૦ ઈંચ, ચિખલીમાં ૫.૭૫ ઈંચ, નવસારી શહેરમાં અને ગણદેવી તાલુકામાં ૫ ઈંચ અને વાસંદામાં ૨.૩ ઈંચ વરસાદે વિનાશ વેર્યો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જા આગામી થોડા કલાકો સુધી વરસાદનું જાર યથાવત રહેશે, તો સમગ્ર ભાટ ગામ બેટમાં ફેરવાઈ જવાની શક્યતા છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જાવા મળી રહ્યો છે. પાણીની સપાટી સતત વધી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે.
ગણદેવી તાલુકાના ભાટ ગામના વિસ્તારોમાં ગેરકાયદેસર ઝીંગા તળાવોને કારણે લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. છતાં પણ આ નવસારી જિલ્લા વહીવટી તંત્રના એકેય અધિકારીઓને ફુરસદ મળી ન હતી આ વિસ્તારના લોકો પર આવી પડેલ સમસ્યામાં સહભાગી થવાની. જ્યારે એક માત્ર આરોગ્ય વિભાગના અધિકારીઓ આવી સ્થિતિમાં લોકો સુધી આરોગ્ય સંબંધી કાર્યવાહી કરવા પહોંચ્યા હતા. ત્યારે હવે ભાટ ગામના લોકો જિલ્લા કલેક્ટર પર આશા રાખી બેઠા છે કે એમને આ સમસ્યામાંથી બહાર કાઢે!