સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા આયોજિત અને મધુવન ગોલ્ડ આર્ટ દ્વારા સ્પોન્સર કરાયેલા ભવ્ય ગણેશ ઉત્સવની સિનિયર સિટીઝન પાર્ક ખાતે ઉજવણી થઈ રહી છે. તા.૧૫ના રોજ સવારે પ્રથમ આરતી સફાઈ કામદારના હસ્તે કરવામાં આવી હતી. બપોરે સભ્યો દ્વારા ગણેશજીને થાળ ધરાવવામાં આવ્યો હતો. સાંજની આરતીમાં અમરેલીના એસપી સંજય ખરાત સહિત બહેરા-મૂંગા શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ખત્રી સમાજ, બારોટ સમાજ, મોચી સમાજ, ધોબી સમાજ, લોકસાહિત્ય સેતુ સંસ્થા સહિત વિવિધ સમાજના આગેવાનો અને અમરેલીની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. સૌએ ગણેશજીની આરતી ઉતારી ભક્તિભાવપૂર્વક ઉત્સવમાં ભાગ લીધો હતો. સારહિ યુથ ક્લબ દ્વારા સેવા, સંસ્કૃતિ, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ અવિરત કરવામાં આવી રહી છે.