ચલાલા ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે બે આંખલાઓ અચાનક સામસામે આવી જોરદાર લડાઈમાં ઉતરી પડતા થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. અનોખું દૃશ્ય જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. સ્થાનિક લોકોએ સાવચેતી રાખી બંને આંખલાઓને દૂર હંકારવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નહોતી.