વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ૧૦ લોકોના મોત બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. ઘટનાના અનુસંધાનમાં ચાંગોદર પોલીસે મોટી કાર્યવાહી કરીને ફટાકડાના બે ગેરકાયદેસર ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. બંને ગોડાઉનમાંથી અંદાજે ૩૯.૫૭ કરોડના ફટાકડાનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ગોડાઉનમાં અગ્નિસુરક્ષાના પૂરતા સાધનો ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વિસ્ફોટક અધિનિયમ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમને પેટ્રોલિંગ મોડાસર ગામથી અમથાપુરા જવાના માર્ગ પર બે ફટારડાના ગેરકાદેસર ચાલતા કારખાના ચાલતા હોવાની બાતમી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ‘અંબિકા ટ્રેડલિંક’ નામથી ચાલતા બે ગોડાઉન પર દરોડા પાડી બંને ગોડાઉન સીલ કર્યા હતા. અને મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારના ફટાકડાનો જથ્થો સંગ્રહિત કરવામાં આવેલો જથ્થો અને હજારો કાર્ટુનમાં પેક કરાયેલા નાના-મોટા ફટાકડા મળી આવ્યા હતા. જેને જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન ગોડાઉનમાં સુરક્ષાની વ્યવસ્થાને લઈને અનેક ગંભીર ખામીઓ સામે આવી છે. ગોડાઉનના પ્રવેશદ્વાર પાસે ફાયર એક્સ ટિંગ્વિષર અને રેતી ભરેલી ડોલ જેવી પ્રાથમિક વ્યવસ્થા જાવા મળી હતી, પરંતુ ગોડાઉન (ઉટ્ઠિીર્રેજી)ની ક્ષમતા મુજબ તે પૂરતી નહોતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે ગોડાઉનમાં વોટર સ્પ્રિંલર સિસ્ટમ જેવી જરૂરી અગ્નિસુરક્ષા વ્યવસ્થા નહોતી. ગોડાઉનની બહાર પતરાવાળા શેડમાં પણ ફટાકડાના કાર્ટુનનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. શેડની આગળ જાડું કપડું બાંધવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગવાની કે વિસ્ફોટ થવાની સ્થિતિમાં જાખમ વધુ વધી શકે તેવી શક્્યતા હોવાનું પોલીસનું માનવું છે.પોલીસે બંને ગોડાઉનમાંથી કુલ ૬૫,૯૫૪ કાર્ટુન ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થાની અંદાજિત કિંમત ૩૯.૫૭ કરોડ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ મામલે ગોડાઉનના માલિક અમિતકુમાર મોદી, જે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહે છે, તેમજ ગોડાઉનના મેનેજર કિશન પટેલની ધરપકડ કરવામાં આવી છે. બંનેની પૂછપરછ કરીને ગેરકાયદે સંગ્રહ, પુરવઠા અને લાઇસન્સ સંબંધિત વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.