ગુજરાતમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂકયું છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં પધરામણી કરનાર વરસાદી સિસ્ટમને લઈને મોટી આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું વરસાદી વહન ગુજરાત તરફ ફંટાઈ રહ્યું હોવાથી આગામી ૪૮ કલાક રાજ્યના અનેક વિસ્તારો માટે અત્યંત મહત્વના સાબિત થશે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અષાઢ સુદ નોમની વીજળી વરસાદ માટે અત્યંત શુભ અને સારી સંકેત આપનારી રહી છે. આગામી ૪૮ કલાક રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદી માહોલ જામશે. ૨૪ થી ૨૭ જુલાઈ આ દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદનું જાર નોંધપાત્ર રીતે વધશે. ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે.
રાજ્યના અલગ-અલગ ઝોન મુજબ વરસાદની સંભાવનાઓ નીચે મુજબ છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. ગોધરા, લુણાવાડા, દાહોદ અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ૨૭ જુલાઈ સુધીમાં સારાથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટÙ અને પશ્ચિમ સૌરાષ્ટÙના વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીથી આવતી સિસ્ટમ અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં થનારા ભારે વરસાદના કારણે ગુજરાતની મુખ્ય નદીઓના જળસ્તરમાં મોટો વધારો જાવા મળશે. મધ્યપ્રદેશમાં વિપુલ પ્રમાણમાં વરસાદ થવાના કારણે નર્મદા નદીના જળસ્તરમાં મોટો વધારો થશે. આ સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થનારા વરસાદથી સાબરમતી નદીમાં પણ નવા નીરની આવક થશે.અંબાલાલ પટેલે ખેડૂત મિત્રોને ખાસ સલાહ આપી છે કે, આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હોવાથી ખેતરોમાં પાકને નુકસાન ન થાય તે માટે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા (ડ્રેનેજ) અગાઉથી જ કરી લેવી.આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જુલાઈના અંતમાં જ એક બીજું વરસાદી વહન સક્રિય થશે. ૩૦ જુલાઈથી ૨ ઓગસ્ટ વચ્ચે આવનારું આ નવું વહન સમગ્ર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર સાર્વત્રિક અને ધોધમાર વરસાદ લાવશે. આગામી દિવસોમાં રાજ્યભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં!








































