રાજુલાના કાગવદર ગામે કંપાઉન્ડની ફેન્સિંગ કૂદીને ત્રાટકેલો ચોર કોપરના સ્ક્રેપ કરેલા પાવર કેબલના ટુકડાઓની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.આ અંગે જૂના માંડરડી ગામે રહેતા જયંતભાઈ જેન્તીભાઈ પાટડીયા (ઉ.વ.૨૯)એ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની સિક્યોરિટી એજન્સીનો કોન્ટ્રાક્ટ ધરાવતી કાગવદર ગામે પેટ્રોલ પંપની બાજુમાં આવેલી ‘વેના એનર્જી પ્રા.લી.’ કંપનીના ઝીરો પોઇન્ટ સાઇટ પર અજાણ્યો ચોર કંપાઉન્ડની ફેન્સિંગ કૂદીને અંદર ઘૂસ્યો હતો.
ચોરે કન્ટેનરમાંથી કોપરના સ્ક્રેપ કરેલા પાવર કેબલના આશરે ૪૦ જેટલા ટુકડાઓ (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦)ની ચોરી કરી હતી. આ અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. આર. ગળચર વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































