ઘન કચરા વ્યવસ્થાપન ના અસરકારક અમલીકરણ અર્થે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન દ્વારા અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે એકદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાદેશિક કમિશ્નર સુનીલ (IAS) અને અધિક કલેક્ટર ડી. એન. સતાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાવનગર ઝોનની નગરપાલિકાઓના પ્રમુખો, પદાધિકારીઓ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વર્કશોપમાં પર્યાવરણ નિષ્ણાતો દ્વારા કચરાના ૪ પ્રકારમાં વર્ગીકરણ, બલ્ક વેસ્ટ જનરેટરની જવાબદારીઓ,CPCB પોર્ટલ પર નોંધણી અને ડમ્પ સાઇટના વૈજ્ઞાનિક નિકાલ અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.










































