કોકરોચ જનતા પાર્ટીએ ગુરુવારે એક મોટી જાહેરાત કરી. “કોકરોચ જનતા પાર્ટી” હવે દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પાર્ટી દ્વારા જાહેર કરાયેલા પોસ્ટર મુજબ, શુક્રવારે (૨૪ જુલાઈ) દેશના દરેક જિલ્લામાં પ્રદર્શનો યોજવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
પોતાના આહ્વાનમાં, પાર્ટીએ જણાવ્યું હતું કે પ્રદર્શનનો હેતુ દેશભરમાં પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો સાથે એકતા દર્શાવવાનો છે. “દરેક જિલ્લો. એક દિવસ. એક માંગ” ના સૂત્ર સાથેનું પોસ્ટર વિદ્યાર્થી સંગઠનો અને અન્ય સંગઠનોને સહયોગથી પ્રદર્શનો યોજવા વિનંતી કરે છે.
સીજેપી પોસ્ટર મુજબ, આયોજકોને પ્રદર્શન દરમિયાન જરૂરી પરવાનગીઓ અને લોજિÂસ્ટક્સ માટે સંબંધિત વહીવટીતંત્ર સાથે સંકલન કરવા કહેવામાં આવ્યું છે. વધુમાં, વિદ્યાર્થીઓની માંગણીઓ પ્રદર્શન સ્થળ પર વાંચી સંભળાવવા અને પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો સાથે એકતા વ્યક્ત કરવા વિનંતી કરવામાં આવી છે.
કોકરોચ જનતા પાર્ટીએ પ્રદર્શન માટે વિગતવાર એસઓપી અન્ય જરૂરી સામગ્રી અને મેમોરેન્ડમ ફોર્મેટ પણ પ્રદાન કર્યું છે. સોશિયલ મીડિયા પર જારી કરાયેલી આ અપીલને પગલે, શુક્રવારે દેશભરના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો યોજાવાની અપેક્ષા છે.
દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યાં મોટી સંખ્યામાં વિરોધીઓ એકઠા થયા છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક સીજેપી વતી ૨૬ દિવસથી ભૂખ હડતાળ પર છે અને હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે.
આ દરમિયાન,સીજેપીના પ્રતિનિધિઓએ પણ નીટ વિદ્યાર્થીઓના મુદ્દા અંગે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સૌથી મુખ્ય માંગ છે. સીજેપીની માંગણીઓ પર સરકાર તરફથી હજુ સુધી કોઈ નક્કર પ્રતિભાવ મળ્યો નથી.
વિપક્ષી પક્ષોએ પણ દિલ્હીમાં સીજેપીના વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો છે. કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં અનેક અન્ય સામાજિક સંગઠનો પણ જંતર મંતર પર આવ્યા છે. દિલ્હી ઉપરાંત, છેલ્લા ઘણા દિવસોથી દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.









































