દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને જાણ કરી છે કે બધા મેટ્રો સ્ટેશન ફરી ખુલી ગયા છે અને તેઓએ પોતપોતાના સ્થળોએ પાછા ફરવું જાઈએ. જાકે, દિલ્હી મેટ્રોએ ફક્ત રાજીવ ચોક, સેન્ટ્રલ સેક્રેટરીએટ અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશન ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે શનિવારે રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનો પર પ્રવેશદ્વાર ફરીથી ખોલવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ૧૫ સ્ટેશન જે સવારે બંધ કરવામાં આવ્યા હતા તે બંધ છે.
કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને સતત ચોથા દિવસે જંતર મંતર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પાછળથી જણાવાયું હતું કે રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા હવે ફરી ખુલી ગયા છે. આ સ્ટેશનો પરથી ઇન્ટરચેન્જ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કાયદો અને વ્યવસ્થાના વિશેષ પોલીસ કમિશનર દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “અમે હાલમાં લોકોની અવરજવર પર નજર રાખી રહ્યા છીએ. લોકો પહેલાથી જ બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. અમે લોકોને શાંત રહેવા અને શાંતિથી બહાર નીકળવા વિનંતી કરીએ છીએ. અમે દરેકને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ન ઉભી કરવા વિનંતી કરીએ છીએ. અમે તેમને મદદ કરવા માટે અહીં છીએ, અને અમે દરેકને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ.”
દિલ્હી મેટ્રો અનુસાર, લોક કલ્યાણ માર્ગ, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બરખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ,આઇટીઓ દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જાર બાગ, શિવાજી સ્ટેડિયમ, ઝાંડેવાલન અને નવી દિલ્હી સ્ટેશનો બંધ છે. કોકરોચ જનતા પાર્ટીના વિરોધને કારણે છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય દિલ્હીમાં જંતર મંતર પાસે મોટી ભીડ એકઠી થઈ રહી છે. સુરક્ષા જાળવવા માટે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સરકારે લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અને મધ્ય દિલ્હીના વિસ્તારોને ટાળવા અપીલ કરી હતી. ફૂડ ડિલિવરી અને ઓનલાઈન કેબ સેવાઓને પણ આ વિસ્તારોમાં તેમની સેવાઓ મર્યાદિત કરવા કહેવામાં આવ્યું હતું.
ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓના હિતમાં આ પગલું ભરી રહ્યા છે, જેથી તેઓ વિરોધ પ્રદર્શન છોડીને ઘરે પાછા ફરી શકે અને પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી “શિક્ષણ મંત્રી” પણ હટાવી દીધું છે. જાકે, તેમનું રાજીનામું સ્વીકારાયું છે કે નહીં તેની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. દિલ્હીમાં સીજેપી અને કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આ બેઠક પછી, શિક્ષણ મંત્રીના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ થઈ શકે છે, અને સીજેપી તેમના વિરોધનો અંત પણ જાહેર કરી શકે છે.
આભાર – નિહારીકા રવિયા